Vahali Dikri Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મદરમાં વધારો કરવા અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, દીકરીના જન્મથી લઈને તેના લગ્ન સુધી વિવિધ તબક્કે કુલ 1.10 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024:
ગુજરાતના મુખ્યમંત્રીએ 2019માં આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દીકરીઓના જન્મદરમાં સુધારો કરવા, તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળલગ્ન અટકાવવા અને દીકરીઓનું સર્વાંગી સશક્તિકરણ કરવાનો છે.
વ્હાલી દીકરી યોજના માટે મળવાપાત્ર સહાય:
વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને જીવનના વિવિધ તબક્કાઓ પર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે 4,000 રૂપિયા, નવમા ધોરણમાં પ્રવેશ સમયે 6,000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે 1,00,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
Read More: આ યોજના દ્વારા પશુપાલકોને 1,50,000 સુધીની સબસિડી આપવામાં આવશે, તો આજે જ કરો અરજી!
વ્હાલી દીકરી યોજના માટે મુખ્ય પાત્રતા:
લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. 2જી ઓગસ્ટ 2019 કે તે પછી જન્મેલી દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ. 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદારનું બેંક ખાતું હોવું અને બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે. આ યોજના તમામ કેટેગરીના લોકો માટે છે.
વહાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો:
દીકરીનું જન્મ પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડ, માતા-પિતાના જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, અરજદારના રેશનકાર્ડની નકલ અને બેંક એકાઉન્ટ પાસબુક.
Vahali Dikri Yojana માટે અરજી કેવી રીતે કરવી?:
રસ ધરાવતા પાત્ર ઉમેદવારો વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ગ્રામ પંચાયત, બાલ અધિકારીશ્રીની કચેરી, આંગણવાડી કેન્દ્ર અથવા CDPO (ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર)ની કચેરી પરથી મેળવી શકે છે અને ત્યાં જ ભરીને જમા કરાવી શકે છે.
નિષ્કર્ષ: Vahali Dikri Yojana 2024
વ્હાલી દીકરી યોજના એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના દ્વારા દીકરીઓને શિક્ષણ અને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ લઈને દીકરીઓ પોતાના સપનાઓને પૂર્ણ કરી શકે છે અને સમાજમાં પોતાનું યોગદાન આપી શકે છે.
Read More: સફાઈ કામદારો, હવે પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક! સરકાર આપશે 2 લાખ સુધીની લોન!